ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર, આડેધડ વાહનો ચલાવનાર તેમજ માસ્ક વગર બહાર નીકળેલ ઈસમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. દેશભરમાં કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ લોક ડાઉનની જાહેરાત કરી હતી. લોક ડાઉનની ત્રણ તબક્કામાં અમલવારી કરવામાં આવી હતી. આ દરમિયાન લોક ડાઉનના જાહેરનામાનો ભંગ કરી રખડતા ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉનનાં ત્રણેય તબક્કા દરમિયાન ૧૧૩ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા ૭૦ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી તથા ૧૦૬ ઈસમો વિરુદ્ધ માસ્ક વગર બહાર નીકળવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેશી વિદેશી દારૂ પર છાપો મારી તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા હતા.
Advertisement