ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા નશાનો વેપલો કરતા તત્વો સામે સતત લાલ આંખ કરી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેવામાં રાજપારડી ટાઉન વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજપારડી ટાઉન વિસ્તારમાં આવેલ સડક ફળિયા ખાતે રહેતા સુનિલભાઈ મયજીભાઈ વસાવાના ઘરે ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડી તલાસી લીધી હતી તે દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી કુલ 73 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર સુનિલ વસાવા રહે. સડક ફળિયું રાજપારડી નાઓને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.