ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી નશાનો કારોબાર કરતા તત્વો અને યુવાનોમાં જુગાર જેવી લટ લગાવનારા ઈસમો સામે સતત લાલઆંખ કરી તેઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ એક ઈસમની ધરપકડ કરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ઝઘડિયા તાલુકાના લીમોદ્રા ગામ ખાતે દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડામાં લીમોદ્રા ગામની જૂની જુમ્મા મસ્જિદ પાસે રહેતા સાહબુદ્દીન મુર્તુજા શેખ નાઓ તેના ઘરેથી આંક ફરકના વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપાઈ ગયા હતા.
ક્રાઇમ બ્રાંચના દરોડામાં સાહબુદ્દીન શેખ પાસેથી હજારોની રોકડા રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ફાફડાટનો માહોલ છવાયો છે.