Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના મુલદ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ પકડાયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે આ દારૂનો જથ્થો જેની પાસેથી આવ્યો હતો તે ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મુલદ ગામે રહેતો નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવા તેના ઘરે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને છાપો મારતા સદર ઇસમના ઘરમાં ટેબલની નીચે ગોદડામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગઅલગ બ્રાન્ડની નાનીમોટી કુલ ૧૪૦ બોટલો તેમજ બિયર ટીન નંગ ૪૦ મળી કુલ રુ.૨૬૧૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલ વિદેશી દારૂના જથ્થા સાથે નરેશ ઉર્ફે લંગડો વસાવા રહે.ગામ મુલદ તા.ઝઘડિયાનાને અટકમાં લઇને દારૂનો આ જથ્થો જે ઇસમ પાસેથી લાવવામાં આવ્યો હતો તે અનિલ વસાવા રહે.ગામ વાડી તા.ઉમરપાડા જિ.સુરતનાને વોન્ટેડ જાહેર કરીને આ બન્ને ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા::સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ…….

ProudOfGujarat

દાહોદ એલસીબી પોલીસે પંચર પાડી લૂંટ કરતી માતવા ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા…

ProudOfGujarat

વાંકલ : ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાનું ગૌરવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!