ઝગડિયા ગામના રહેવાસી પરમાર રીતેશકુમાર ડાહ્યાભાઈ, હાલ તેઓ પ્રાથમિક શાળા રઝલવાડા ખાતે આ.શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરુચના ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ પ્રોફેસર ડૉ. વીણાબેન વી. ઠક્કર તથા સહ-માર્ગદર્શિકા ડૉ. મયૂરીબેન ભાટિયા, સંસ્કૃત વિભાગ, ભાષાભવન, અમદાવાદના માર્ગદર્શનમાં આર્ટ્સ વિભાગના સંસ્કૃત વિષયમાં ‘राधाचरितम्’ की काव्यशास्त्रीय मीमांसा વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રસ્તુત કર્યો હતો. જે મહાશોધ નિબંધને માન્ય રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા પરમાર રીતેશકુમાર ડાહ્યાભાઈને PH.D ની પદવી એનાયત કરવામાં આવેલ છે.
Advertisement