Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના આંબાખાડી નજીક ધોધમાં નહાવા પડેલા ત્રણ પૈકી બે યુવાનોનું ડૂબી જતા મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે આજરોજ ધોધમાં નહાવા આવેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયાથી ત્રણ મિત્રો ઝઘડિયા તાલુકાના આંબાખાડી નજીકના ધોધ ખાતે ફરવા માટે ગયા હતા, જ્યાં ધોધમાં નહાવા પડતા આ ત્રણ મિત્રો પૈકી બે મિત્રો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તે જોઇને ત્રીજા મિત્રએ બૂમાબૂમ કરતાં આસપાસ રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા‌ અને ડૂબતા યુવાનોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ પાણીમાં ડૂબી ગયેલ યુવાનોની શોધખોળ કરવામાં આવતા બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોંચતા હૈયાફાટ રૂદન સાથે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. યુવાનો ડૂબવાના બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસે ઘટના સ્થળે દોડી આવીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ડુબી ગયેલ યુવાનો અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા વિસ્તારના જુગલ વૈકુંઠભાઇ પટેલ ઉ.વ ૧૯ અને નિરવ જેન્તીભાઈ ઠાકોર ઉ.વ ૧૯ હોવાનું બહાર આવ્યા હતા. ત્યારબાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ શહેરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ચોરીનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જેસીઆઇ દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!