તાડફળીનું વેપાર કરતાં આદિવાસી પરિવારોને લોકડાઉનનાં કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા અને નર્મદા જિલ્લાની હદ પર આવેલ તાલુકાનાં ગામોમાં મોટાપાયે તાડ ફળીનાં ઝાડ આવેલા છે અને આદિવાસી પરિવારો આ તાડફળીનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આ વર્ષે લોક ડાઉનનાં કારણે તાડફળીનું વેચાણ ન થતાં આ પરિવારોની હાલત કફોડી બની હતી.
હાલમાં તાડફળીનાં દર્શન દુર્લભ બન્યા છે. પહેલાની જેમ લોક ડાઉનનાં કારણે હાઇવે રોડ પર તાજી કાઢી આપતા આદિવાસી પરિવારો હાલ દેખાતા નથી. લોક ડાઉનને કારણે તાડફળીનાં ધંધામાં આ વર્ષે ખોટ આવી છે જેના કારણે તેમના ધંધા પર અસર પડી છે. હાલ વ્યક્તિગત છૂટક વેચાણ કરવાનો વારો આવ્યો છે, તાડફળીના ઝાડ પર પુષ્કળ તાડફલ્લા લાગ્યા છે અને નારિયેળ જેવા તાડ ફલ્લામાંથી ચાર તાડફળી નીકળે છે.
જેનો ગર અને નાળિયેર જેવું મીઠું પાણી નિકળે છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. ઉનાળામાં ઠંડક આપતુ, પથરીના રોગ માટે પણ અકસીર અને લોકોનું પ્રિય ફળ ગણાય છે. ઝઘડીયા તાલુકાની છેવાડાના ગામોમાં તાડના અસંખ્ય ઝાડો આવેલા છે જેમાં આદિવાસી પરિવારો તાડના ઝાડ ભાડે રાખે છે. શિયાળામાં તાડનાં ઝાડની ડાળીઓમાંથી નીકળતો મીઠો રસ નીરો ઉત્તમ પીણા તરીકે ગણાય છે. ઉનાળામાં તેને નાળિયેર જેવા ફળ લાગે છે તેને તોડીને તેમાંથી તાડફળીનું ફળ કાઢવામાં આવે છે. આ વર્ષે આદિવાસી પરિવારો માટે તાડફળી રોજગારીનો ઉત્તમ સાધન હોવા છતાં લોકડાઉનના કારણે આ રોજગારી પર તેની અસર વર્તાઈ રહી છે.
ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.
Advertisement