Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના મુલદ ચોકડી નજીક નેશનલ હાઇવે પર હાઇવા ટ્રકે મોટરસાયકલને અડફેટમાં લેતા બે યુવકો ઘવાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી નજીક નેશનલ હાઇવે પર એક હાઇવા ટ્રકના ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્‍ત વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો અલ્પેશ અમરસિંગ વસાવા નામનો યુવાન તા.૫ મીના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં તેના મિત્ર કરણ સાથે મોટરસાયકલ લઇને મુલદ ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ગયા હતા. આ લોકો પેટ્રોલ પુરાવીને પાછા ફરતા હતા ત્યારે બપોરના અઢી વાગ્યાના સમયે મુલદ ચોકડી નજીક હાઇવે પર સામેથી આવતી એક હાઇવા ટ્રકે અલ્પેશની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર બન્ને યુવકો મોટરસાયકલ સહિત નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં અલ્પેશને માથાના ભાગે તેમજ હાથપગ પર ઇજાઓ થઇ હતી. તેમજ તેના મિત્ર કરણને પણ થોડી ઇજા થઇ હતી. અકસ્માત સ્થળે ભેગા થઇ ગયેલ માણસો પૈકી કોઇએ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ આવતા ઇજાગ્રસ્ત અલ્પેશને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.આ અકસ્માતમાં અલ્પેશની મોટરસાયકલને પણ નુકશાન થયું હતું. અકસ્માતની આ ઘટના બાબતે અલ્પેશભાઇ અમરસિંગભાઇ વસાવા રહે.ગામ માંડવા તા.અંકલેશ્વરનાએ અકસ્માત કરનાર હાઇવા ટ્રકના ચાલક વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat

સુરતના અઠવાલાઇન્સમાં જલારામ ડેરીમાં આગ લાગી, દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!