Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદના પુન: આગમનથી ચોમાસુ ખીલ્યું

Share

ચાલુ સાલે ઉનાળાની વિદાય બાદ ચોમાસાની શરુઆતે સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ગત સપ્તાહના અંતિમ દિવસો દરમિયાન સતત પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ધમાકેદાર આગમનથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેમજ તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ તેમજ ગામડાઓને જોડતા માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું હતું. સતત ચાર પાંચ દિવસના વરસાદી માહોલ બાદ પાછલા ત્રણ દિવસ વરસાદે વિરામ લેતા તડકો નીકળતા લોકોએ અસહ્ય ઉકળાટ વચ્ચે ફરીથી ઉનાળો શરૂ થયો હોય એવો અનુભવ કર્યો હતો. જોકે આ ત્રણ દિવસના વિરામ બાદ ગઇકાલ સાંજથી પુનઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતા લોકોએ ઉકળાટમાંથી આંશિક રાહત અનુભવી હતી.

વરસાદી માહોલને લઇને ખેતરોમાં ખેતીવિષયક કામગીરીની શરુઆત થઇ છે. ખેતરો હવે ખેડૂતો અને ખેતમજુરોની ચહલપહલથી હર્યાભર્યા દેખાય છે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં મહદઅંશે શેરડી પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. સામાન્યરીતે શેરડી એ લાંબા ગાળાનો રોકડીયો પાક ગણાય છે. ઉપરાંત તાલુકામાં શેરડી ઉપરાંત કેળ, શાકભાજી, અનાજ, કઠોળ, ફુલો, કપાસ જેવા પાક પણ યોગ્ય પ્રમાણમાં લેવાય છે. ભરુચ જિલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ ઝઘડિયા તાલુકો આગળ પડતું સ્થાન ધરાવે છે. ઝઘડિયા તાલુકો મોટો વન વિસ્તાર ધરાવે છે. ચોમાસાના આગમનથી તાલુકામાં ચોમેર હરિયાળી ખીલતા આહલાદક દ્રશ્યનો નજારો જોવા મળે છે. ચોમાસાની વિધિવત શરૂઆત થતાં તાલુકાના ઝઘડિયા ઉમલ્લા રાજપારડી જેવા નગરોના બજાર વિસ્તારોમાં હવે ચોમાસુ ખેતીને લગતી ખરીદીની શરુઆત થશે. આમ તાલુકામાં હાલ વરસાદી માહોલ સાથે ચોમાસું ખીલ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રાંશુ સિંઘાલએ 12 મો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર (SEOY) એવોર્ડ જીત્યો.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

ProudOfGujarat

જંબુસર તવક્કલ સોસાયટીમાં ૧,૦૭,૦૦૦/- રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!