Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી એસએસ ના પાઇપ ચોરનાર બે ઇસમો ઝડપાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવેલ આકાશ પોલીફિલ્મ પ્રા.લી. નામની કંપનીના મટીરીયલ યાર્ડમાંથી ગત તા.૩૦ મીના રોજ સ્ટેનલેસ સ્ટીલના ૬ નંગ પાઇપોની ચોરી થઇ હતી. ઘટના સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ લખાવવામાં આવી હતી. કંપનીના સીસીટીવી ફુટેજમાં બે ઇસમો ચોરી કરીને જતા હોવાનું જણાયું હતું. દરમિયાન ઝઘડિયા જીઆઇડીસી પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં કંપનીના મટીરીયલ યાર્ડમાંથી એસએસ ના પાઇપ નંગ ૬ ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લીધા હતા.

વધુમાં મળતી વિગતો મુજબ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવી હતી, તે અંતર્ગત ઝઘડિયા જીઆઇડીસીની આકાશ પોલીફિલ્મ નામની કંપનીમાં થયેલ એસએસના પાઇપોની ચોરી સંદર્ભે આજરોજ ઝઘડીયા જીઆઇડીસી પીએસઆઇ બી.એસ.શેલાણાના માર્ગદર્શન હેઠળ અ.હે.કો.હસમુખભાઇ તથા અન્ય પોલીસ કર્મીઓ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન અ.પો.કો સંજયભાઇને બાતમી મળેલ કે દધેડા ગામના સ્મશાન પાસે આવેલ જંગલ ઝાડીવાળી જગ્યામાં આકાશ પોલીફિલ્મ પ્રા.લી. કંપનીમાંથી ચોરાયેલા એસએસ ના પાઇપો સંતાડેલ છે, અને બે માણસો તેને હેક્ષો બ્લેડથી કાપીને ટુકડા કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરીને કોર્ડન કરી બે ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન આ ઈસમોના નામ કમલેશભાઇ રમેશભાઇ વસાવા રહે. નવીનગરી દાદા (દંડા) તા.આમોદ જિ.ભરૂચ અને રાજેશકુમાર રવિન્દ્રભાઇ વસાવા રહે. દધેડા તા.ઝઘડિયા જિ.ભરૂચના હોવાની જાણ થઇ હતી. સદર પકડાયેલ બન્ને ઇસમો પાસેથી આશરે ૬ થી ૭ ફુટના એસએસના પાઇપના કાપેલ નાના મોટા ટુકડા નંગ ૧૩ મળી આવ્યા હતા. પોલીસે આ પાઇપો બાબતે પુછતા તેમણે ઝઘડિયા જીઆઇડીસી ની આકાશ પોલીફિલ્મ પ્રા.લી. કંપનીમાંથી એસએસના પાઇપ નંગ ૬ ની ચોરી કરેલ અને અત્રે જંગલ ઝાડીવાળી જગ્યામાં સંતાડેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બન્ને ઈસમોને ઉપરોક્ત ગુનાના કામે પકડી લઇને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઇડીસી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જીઆઇડીસીની કંપનીમાંથી ચોરાયેલ રૂ. ૧૦૭૫૫૦ ની કિંમતના સ્ટેનલેસ સ્ટીલના ૬ નંગ પાઇપની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો.

Advertisement

Share

Related posts

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધંધુકા જિલ્લાનું બાલાજી ડ્રીમ સીટી ખાતે એકત્રીકરણ યોજાયું.

ProudOfGujarat

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે.વિસ્‍તારમાં સ્‍કોડા ગાડી તેમજ સેવરોલેટ ક્રૂઝ ગાડી માંથી કુલ ૧,૫૫,૦૦૦/- નો વિદેશી દારૂ પકડી પાડતી ડીસા દક્ષિણ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!