ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં જ ગેંગવોર જેવી ઘટના સામે આવી હતી, જે ઘટનામાં ફાયરિંગ સહિત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસની ટિમોએ ઘટનામાં સામેલ જયમીન પટેલ સહિતના લોકોની ધરપકડ કરી હતી.
ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ધોળે દહાડે ફાયરિંગ અને ગેંગવોર જેવી ઘટના બાદ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા જે બાદ હવે ખુદ વડોદરા રેન્જના આઇજી સંદીપસિંહ ભરૂચ જિલ્લાની મુલાકાતે ગતરોજ આવી પહોંચ્યા હતા, ઝઘડિયા જીઆઈડીસીના UPL ઓડિટોરીયમ ખાતે લોક દરબારની બેઠક બોલાવી હતી. આ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા સહિત સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક દરબારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા ઔધોગિક એકમોમાં ચાલતા કોન્ટ્રાકટ તેમજ કન્ટ્રકશનના કામકાજમાં સ્વસ્થ સ્પર્ધા દ્વારા વેપાર ધંધાને વેગ મળે તે હેતુથી ઔધોગિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રીતે જણવાઈ રહે તેવા સુચારુ પ્રયાસ સાથે આયોજન બદ્ધ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
ઔધોગિક એકમોને સ્થાનિક લેવલે પડતી મુશ્કેલી ઓ તથા ઉદભવતિ સમસ્યાઓને હલ કરવાના હેતુથી ઔધોગિક એકમોના જવાબદાર લોકો સાથે વાર્તાલાપ કરી ઔધોગિક ક્ષેત્રમાં સલામતી ભર્યું વાતાવરણ જળવાય તેવા સતત પ્રયાસો કરી એક્શન પ્લાન તૈયાર કરવાની બાહેધરી આપવામાં આવી હતી, આ મિટિંગમાં ઔધોગિક એકમોના જવાબદાર વ્યક્તિઓ સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.