Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

Share

આજે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની બિમારી ફેલાયેલી દેખાય રહી છે.કોરોનાના વાયરસ શ્વાસોશ્વાસથી ફેલાતા હોવાથી અત્યારે કોરોનાનાં સંક્રમણથી બચવા દરેક વ્યક્તિએ નાક મોં પર માસ્ક પહેરવાની તાકીદ કરવામાં આવે છે.ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને મફત માસ્કનું વિતરણ કરવામાં આવતુ હોય છે.અત્યારે દેશભરમાં લોક ડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે લોક ડાઉનમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ દરમિયાન કોઈ સંક્રમિત વ્યક્તિનો ચેપ ના લાગે તેની સલામતી માટે માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. વર્તમાન સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માસ્ક પહેરવું ખુબ જરૂરી છે. ત્યારે આવા સમયે ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયા તાલુકામાં પણ વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત સંસ્થા દ્વારા ઝઘડિયા અને ઉચેડીયા ગામોમાં ૪૫૦૦ જેટલા માસ્ક વિનામૂલ્યે ઘેર ઘેર જઇને લોકોને વિતરણ કરવામાં આવ્યા છે.ગ્રામજનો દ્વારા સંસ્થાની સેવાભાવી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરામાં માત્ર રૂ. ૧૦૦ માટે મામાએ ભાણિયાનું ઢીમ ઢાળી દીધું

ProudOfGujarat

નડિયાદ : અસામલી ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા, બે ની હાલત ગંભીર

ProudOfGujarat

ભરૂચ-વાલિયાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ આફ્રિકન નિગ્રો દ્વારા કરાઈ હત્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!