ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે વટ સાવિત્રિ વ્રત પૂજન પરંપરાગત શાસ્ત્રોકત વિધિ વિધાનથી ઉજવવામાં આવ્યું હતું.
વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ તેરસના શરૂ કરવામાં આવે છે અને પૂનમ સૂધી કરવામાં આવે છે તે દિવસે પરણિત સ્ત્રીઓ સ્નાન ઇત્યિદિન પતાવીને વડનું પૂજન કરવા જાય છે. વડનું ષોડશોપચોર કરવામાં આવે છે અને વડને સૂતર વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવે છે. સાંજે પૂનમને દિવસે ચંદ્ર દર્શન કરીને પારણા કરવામાં આવે છે. ત્રણ દિવસ ફળાહારમાં દૂધ અને ફળો લઇ શકાય છે. આ રીતે પરિણીત સ્ત્રી પતિના સ્વસ્થા અને લાંબા જીવન માટે વટ સાવિત્રીનુ વ્રત ભક્તિ ભાવ સાથે કરે છે.
Advertisement