Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એક બાળકીનું મોત અને એક ઇસમને ઇજા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતમાં એક ચાર વર્ષીય બાળકીનું ટ્રકની ટક્કરે મોત નીપજ્યું હતું, જ્યારે એક જેસીબી અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામનો હિતેશભાઇ ભીખાભાઈ વસાવા નામનો યુવક તા.૨૯ મીના રોજ ઝઘડિયા ખાતેથી પોતાનું કામ પતાવીને પાછો ઘેર જતો હતો ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં વઢવાણા ચોકડી નજીક એક જેસીબી ચાલકે હિતેશની મોટરસાયકલને અડફેટમાં લેતા હિતેશ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ઘટના બાબતે અકસ્માત સર્જી જેસીબી લઇને નાશી જનાર જેસીબી ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ગુનો નોંધાયો હતો.

Advertisement

જ્યારે અકસ્માતની બીજી ઘટનામાં ઝઘડિયા તાલુકાના નવીતરસાલી ગામની ખુશનુમા જીયાઉદ્દિન શેખ નામની ચાર વર્ષીય બાળકી ગતરોજ તા.૩૦ મીના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગતી હતી ત્યારે પ્રાંકડ તરફથી આવતી એક ટ્રકે આ બાળકીને ટક્કર મારતા ટ્રકનું વ્હિલ બાળકીના માથા પરથી ફરી વળતા તેનું માથું ફાટી જતા તે સ્થળ પર જ મરણ પામી હતી. ઘટના બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. આ બાબતે મૃત બાળકીના પિતા જીયાઉદ્દિન શેખ રહે.ગામ નવીતરસાલી તા.ઝઘડિયાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલ ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

કરજણ નગરમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થતા ફાયર કર્મીઓએ વૃક્ષો હટાવવાની કામગીરી હાથધરી

ProudOfGujarat

દામાવાવ પોલીસ મથકના PSI જી.જે.રાવતનો સપાટો. વિદેશી દારુના જથ્થા સાથે એકની ધરપકડ.બુટલેગરોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!