Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના તવડી ગામે લગ્નમાં કેમ બહુ નાચતો હતો એમ કહીને એક ઇસમને માર માર્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિય‍ા તાલુકાના તવડી ગામે રહેતો કિરણભાઇ સંજયભાઇ વસાવા નામનો યુવાન ગત તા.૨૧ મીએ ગામના બસ સ્ટેન્ડ પરથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે તે દરમિયાન રસ્તામાં ઉભેલા ગામના નવીન રમેશ વસાવા તેમજ ભાવેશ રમેશ વસાવા કહેવા લાગ્યા હતાકે રાત્રે ગામમાં લગ્નમાં કેમ બહુ નાચતો હતો. એમ કહીને આ બન્ને ઇસમો તેમજ રક્ષાબેન ભાવેશભાઇ વસાવાએ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલીને તેને ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અન્ય મહિલા દક્ષાબેન નરેશ વસાવા પણ ત્યાં આવ્યા હતા. આ ચારેય જણાએ કિરણને માર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત કિરણને સારવાર માટે પ્રતાપનગર ખાનગી દવાખાને લઇ જવાયો હતો.ઘટના બાબતે કિરણભાઇ સંજયભાઇ વસાવાએ ઉપરોક્ત બે મહિલાઓ તેમજ બે ઇસમો મળી ચાર સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં માંડણ ગામે ટેનિસ ક્રિકેટ મેચની ફાઇનલ મેચમાં માંડણ ઇલેવન ટુ ટીમ વિજેતા.

ProudOfGujarat

ભરૂચ શહેર માં મેઘરાજા ની પ્રથમ ઇનિંગ માંજ લોકો ની સમસ્યાઓમાં વધારો થયો છે..નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી તેઓનીને પડતી સમસ્યાઓ અંગે ની રજુઆત કરી હતી……..

ProudOfGujarat

ડાકોરમાં ગોમતી ઘાટ પર મઢૂલીના છતનો ભાગ પડી જતાં ભાગદોડ મચી. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!