Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા અકસ્માત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ ખબર પડી હતી કે ટેમ્પોમાં ૯ જેટલા પશુઓ ભરીને લઇ જવાતા હતા. ઘટના સંદર્ભે રાજપારડી પીએસઆઇ પ્રજાપતિનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ ટેમ્પો રાજપારડી તરફથી ભાલોદ તરફ જઇ રહ્યો હતો, તે દરમિયાન આ ટેમ્પો રાજપારડીના ખાડી ફળિયા નજીક રોડ પર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ કરતા આ ટેમ્પો નવ જેટલા પશુઓ ભરીને જઇ રહ્યો હોવાની જાણ થઇ હતી. આ પશુઓમાં સાંઢ અને ગાયો મળીને કુલ ૯ જેટલા પશુઓ ભરીને લઇ જવાતા હતા. આ અકસ્માતમાં બે ગાયોને ઇજાઓ થઇ હોવાનું જણાયું હતું. અકસ્માત બાદ ટેમ્પો ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને ભાગી ગયો હતો. આ પશુઓ ક્યાંથી અને ક્યાં લઇ જવાના હતા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા તેમજ વાહન સ્થળ ઉપર મુકીને નાશી છુટેલ ટેમ્પો ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ

Advertisement

Share

Related posts

સોમનાથનો સુવર્ણયુગઃ આજે PM મોદી કરશે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ

ProudOfGujarat

લીંબડી દોલતસાગર વચ્ચે આવેલ ટેકરીની દુર્દશા

ProudOfGujarat

ભારત બંધને પગલે કરજણમાં કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!