Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની જ્યુપિટર બાઇક સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસે પોલીસ મથકમાં નંધાયેલ વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા પ્રયત્ન હાથ ધર્યા હતા, તે અંતર્ગત રાજપારડી પોલીસ મથકમાં એક જ્યુપિટર ટુ વ્હિલર રુ.૬૯૦૦૦ નું ચોરી થયાની ફરિયાદ લખાઇ હતી તેના અનુસંધાને રાજપારડી પીએસઆઇ વી.આર.પ્રજાપતિએ પોલીસ જવાનોની અલગઅલગ ટીમો બનાવીને સીસી ટીવી સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્ન હાથ ધર્યા હતા. દરમિયાન પીએસઆઇ પ્રજાપતિ તેમજ પોલીસ જવાનો દિલિપભાઇ અરવિંદભાઇ,વિનોદભાઇ ચંદુભાઇ, નિરંજનભાઇ જેઠાભાઇ તેમજ ચંપકભાઇ હરિસીંગભાઇની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બે ઇસમો આ ચોરાયેલ જ્યુપિટર બાઇક લઇને અવિધા ગામ તરફથી રાજપારડી બાજુ આવનાર છે. ત્યારબાદ પોલીસે વોચ ગોઠવીને આ બે ઇસમો નરેશ ગોવિંદભાઇ વસાવા અને શ્રવણ રામાભાઇ વસાવા બન્ને રહે.ગામ નવાપોરા, તા.ઝઘડિયા,જિ.ભરૂચનાને ચોરીની ટુ વ્હિલર બાઇક સાથે ઝડપી લીધા હતા. પોલીસે રુ.૬૯૦૦૦ ની કિંમતનું જ્યુપિટર ટુ વ્હિલર બાઇક કબજે લઇને આ ગુના હેઠળ ઝડપાયેલા ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધ સદર ગુના અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાંકલ : કઠોર કેળવણી મંડળ દ્વારા બસો ચાલુ કરવા રજુઆત કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા : ૧૬.૫૪ લાખ કિંમતનાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા તથા સાગબારા પોલીસ.

ProudOfGujarat

ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી સંયુક્ત ઉપક્રમે ‘સુરત જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન’ વિષયક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!