ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે Y 20 યુથ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા તારીખ ૫ મીના રોજ રાણીપુરા કોલેજ ખાતે ખાતે યોજાયેલ યુથ ૨૦ ગુજરાત ટોક્સ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને મુખ્ય વક્તા તરીકે યશભાઈ ઉપાધ્યાય રહ્યા હતા.
આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ સહિત તાલુકાના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશનો યુવા વર્ગ વૈશ્વિક પડકારો અને એના નિવારણ માટે પોતાના મંતવ્યો આપે એ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં લોકશાહી અને શાસનમાં યુવાનો એ વિષય પર વક્તા યશ ઉપાધ્યાય દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું,જેના મુખ્ય ઉદ્દેશ મુજબ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપીને દેશને આગળ વધારવા માટે આગળ આવે તેવો અનુરોધ કરીને યુવાનોને આત્મનિર્ભર બની રાષ્ટ્ર સેવામાં જોડાવા સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. આયોજિત કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક તરંગભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકાના સંયોજક જીતકુમાર દેસાઈ અને મિતેષ મૈસુરીયા દ્વારા કરવામાં આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ