ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચનું ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે ઝઘડિયા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં તરબૂચનો પોષણક્ષમ ભાવ પ્રાપ્ત નહીં થતા ઉત્પાદકોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. નર્મદા તટ વિસ્તાર સહિત વિવિધ ખાડીઓનાં કાંઠા પર આવેલા ખેતરોમાં કેટલાક ખેડૂતોએ તરબૂચની ખેતી કરી છે તરબૂચનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં હોવાનું ખેડુતો જણાવી રહયા છે પરંતુ હાલમાં કોવીડ-19 અન્વયે લોકડાઉનની પણ માઠી અસર થતાં પાકનું વેચાણ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ સૂમસામ છે જેથી તરબૂચનું છુટક વેચાણ પણ શકય નથી. જેથી ઉત્પાદકોને પોતાના ખેતરોની બહાર તેમજ નજીકનાં ગામડાંઓમાં જઈને વેચાણ કરવું પડે છે. પંરતુ ઉંચો વેચાણ ભાવ મળતો નથી પ્રતિ કિલો દીઠ માત્ર 20 ના ભાવે વેચાણ કરાયું છે. જેના પગલે પાકનો માવજત ખર્ચ, મજૂરીનો ખર્ચ મળતો નથી જેના પગલે આથિઁક નુકશાન થઇ રહ્યુ છે.
ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.
Advertisement