ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપી પલાયન થઈ જતા તત્વોને કાયદાના પાઠ ભણાવવા પોલીસ પાતાળમાંથી પણ શોધી લાવે તેવી કહેવતને આજે ભરૂચ ક્રાઇમ બ્રાંચે સાથર્ક કરી છે, લૂંટ જેવી ઘટનાને અંજામ આપી નાસી ગયેલ ઈસમને અંદાજો પણ નહીં હોય કે તેની કરતુતો તેને જેલના સળીયા પાછળ તો લઈ જ જશે ભલે તે એક જીલ્લામાંથી બીજા જિલ્લામાં કેમ ન ભાગ્યો હોય પોલીસ પકડમાં તો એકને એક દિવસ આવવાનો જ છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં થોડા વખત અગાઉ કેમી ઓર્ગેનિક કંપની સામે લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો, જે મામલાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ હતી, તે બાદ મામલે લૂંટને અંજામ આપનાર નાસતા ફરતા આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથધરી હતી.
ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે લૂંટમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રણજીત મગનભાઈ વસાવા રહે. ધારોલી, ઝઘડિયા નાનો તાપી જિલ્લાના છુપાયો હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તાપી જિલ્લાના કાંકરાપારા થર્મલ પાવર સ્ટેશનથી આગળ ધજંબા ગામની સીમમાંથી તેને પકડી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.