Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ યોજાયો

Share

આજરોજ તારીખ 5 મી મે ના રોજ ઝઘડીયા એસ્ટેટમાં આવેલ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ યોજાઈ ગયો. જેમાં મોટી સંખ્યામાં ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કમિટી મેમ્બર અને સભ્ય ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ તેમજ GIDC અને નોટિફાઈડના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડિયા એસ્ટેટમાં પ્લોટ નંબર 773/P /2 માં 2000 ચોરસ મીટર વિસ્તારના પ્લોટમાં ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. તેમાં તમામ આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 75 સીટનો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે. મિટિંગ હોલ પણ બનાવાયો છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટેરી તેમજ સ્ટાફની અલગ ઑફિસની સુવિધા બનાવાઈ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમજ પ્રથમ ફ્લોર ઉપર કાર્યાલય અને અન્ય સુવિધાઓ બનાવવામાં આવી છે. ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું નવું બિલ્ડીંગ અને નોટિફાઇડની નવી બિલ્ડીંગ એક જ કમ્પાઉન્ડમાં હોવાથી ઉદ્યોગકારોને કામમાં આસાની રહેશે.
ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણીએ રીબીન કાપીને એસોસિએશનના નવા બિલ્ડિંગને ખુલ્લું મૂક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવી ઉભી કરેલી વિવિધ સુવિધાઓનો મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ મહત્તમ લાભ લે. તેમને આ બિલ્ડીંગ જલદી તૈયાર કરવા માટે જેમણે સહયોગ આપ્યો તે સૌનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ આર .કે. નાહટા, સેક્રેટરી સુનિલ શારદા, નોટીફાઈડ ઝઘડિયાના ચીફ ઓફિસર પરેશ બામણીયા, નરેન્દ્ર ભટ્ટ, એ .કે. જૈન, અનિશ કચ્છી, ગુલામભાઇ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે રમજાન ઇદની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

એટીએમમાંથી કોઇ અજાણ્યા ઇસમે 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની ઘટના બનતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!