ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં અનેક ઉધોગો આવેલા છે, આ ઉધોગોમાં માલ સામાન પહોંચાડવાનું કામ અનેક નાના મોટા ટ્રાન્સપોર્ટરો કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ હવે આ વિસ્તારમાં ધંધાકીય અદાવત સાઉથ અને હિન્દી ફિલ્મોની સ્ટોરીઓને પણ પાછળ મૂકે તે પ્રમાણેની થઈ હોય તેમ કહેવાઈ રહ્યું છે.
ઝઘડિયાના દધેડા ગામ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ઇમરાન યાકુબ પટેલ નાઓ છેલ્લા બે વર્ષથી ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં રેતી, કપચી નાંખવાની કામગીરી કરી રહ્યા છે. પરંતુ ગત તારીખ 30/04/2023 ના રોજ માલ સામાન ભરી તેઓના ડ્રાઇવર ગુલામભાઈ કંપની નજીક પહોંચતા જ કંપની ગેટ પાસે ઉભેલા કોન્ટ્રાકટરના સુપર વાઇઝર દ્વારા તેઓને ટ્રક ન ખાલી કરવા જણાવ્યું હતું સાથે જ નજીકમાં ઇકો ગાડીમાં બેસેલ ઈસમોએ પણ કાલથી અહીંયા ટ્રક આવી તો જોવા જેવી થશે તારા શેઠને પણ કહી દેજે હવેથી આશિષ ભાઈની ગાડીઓ કંપનીમાં ચાલશે તેમ જણાવી ધાક ધમકીઓ આપી હતી.
ટ્રક ડ્રાઇવર ગુલામભાઈ તેઓની ટ્રક લઈ પરત વળી ગયા હતા બાદમાં તેઓએ મામલે તેઓના શેઠ ઇમરાન મલેકને મામલે માહિતગાર કર્યા હતા જે બાદ તેઓ કંપની સત્તાધીશો અને કોન્ટ્રાકટરને મામલે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આશિષ વસાવા દ્વારા તમારી ટ્રકો બંધ કરવાનું જણાવી તેઓની ટ્રકો થકી રેતી, કપચીનો માલ સામાન નાખવાનું જણાવ્યું જેથી અમે તમારી ટ્રકો ચલાવી શક્યે તેમ નથી એમ જણાવ્યું હતું.
કંપનીમાં રૂબરૂ વાતચીત કરવા નીકળેલ ઇમરાન મલેક પોતાની ગાડી લઈ થોડેક આગળ જતા ત્યાં કેટલાક ઈસમો ફોરવ્હીલ ગાડી લઈ ઉભા હતા દરમ્યાન તેઓને રોકી એકદમ ઉશકેરાઈ જઈ હવેથી અહીંયા ધંધો કરવો નહીં અને અમારી ગાડીઓ ચલાવવાની છે તારી ગાડી આવી તો સળગાવી દઈશું જેવી ધમકીઓ આપી હતી તેમજ જીવલેણ હુમલાનો પ્રયાસ કરતા હેબતાઈ ગયેલ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ધંધો કરવો હોય તો 10 હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકીઓ આપી ગાળાગાળી કરતા ઇમરાન મલેક જીવને જોખમ લાગતા પોતાની ગાડી લઈ ત્યાંથી નીકળી ગયા હતા, તેને દરમ્યાન પણ તેઓની કારની પાછળ પાછળ મારક હથિયારો સાથે કેટલાક ઈસમો દોડ્યા હતા.
સમગ્ર મામલે ઇમરાન મલેકે ઝઘડિયા પોલીસ મથકે (1) આશિષ કિશોરભાઈ વસાવા રહે, માલજી પુરા ઝઘડિયા, (2) પિન્ટુ મંગળ ભાઈ વસાવા રહે,ધારોલી ઝઘડિયા (3) અજીત મંગળભાઈ વસાવા રહે, ધારોલી ઝઘડિયા (4) હર્ષદભાઈ વસાવા રહે કાંટી પાડા નેત્રંગ સહિતના ઈસમો સામે ગુનો નોંધાવી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.