Proud of Gujarat
Uncategorized

ઝઘડિયાના સંજાલી ગામે એલપીજી પંચાયત સેફ્ટી ક્લિનિકનું આયોજન કરાયું

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે ગ્રામ પંચાયત ભવન ખાતે સેફ્ટી ક્લિનિક અને ગેસ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સારસા ઇન્ડિયન ગેસ અેજન્સી દ્વારા સંજાલી ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલ એલપીજી પંચાયત અને સેફ્ટી ક્લિનિક શિબિરમાં ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી, સારસા ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક કિરણભાઇ પરમાર તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને ગેસના સલામત ઉપયોગ સંબંધી જાણકારી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલના આધુનિક સમયમાં દરેક પરિવારોના રસોડામાં રસોઇ રાંધવા માટે એલપીજી ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસનો ઉપયોગ સલામત રીતે કઇ રીતે કરવો જેવી જરુરી બાબતનું જ્ઞાન દરેક મહિલાને હોવું જોઇએ, જેથી ગેસના ઉપયોગ સમયે ઉદભવતી સંભવિત દુર્ઘટનાથી બચી શકાય. અત્રે ઉપસ્થિત મહિલાઓએ રાંધણ ગેસનો સલામત રીતે ઉપયોગ કેમ કરવો તેની વિસ્તૃત જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. અત્રે આયોજિત સેફ્ટી ક્લિનિક કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ ગ્રામ પંચાયત હોદ્દેદારો તેમજ ગ્રામજનોનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

ProudOfGujarat

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ખાતે ના કતપોર ગામેથી આજ રોજ સવારે ભાજપની જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!