ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત સુપ્રસિધ્ધ સુફી સંત હજરત કયામુદૃીન બાબા ચિશ્તીની દરગાહ ખાતે તા.૫ અને ૬ મે ના રોજ બે દિવસીય વાર્ષિક ઉર્સ મનાવવામાં આવશે. ઉર્સ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સંદલ શરીફ, મહેફીલ એ શમા તથા ભજનોના કાર્યક્રમ યોજાશે. ઉર્સમાં ભાગ લેવા હઝરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં દરગાહ શરીફે હાજરી આપશે. ઘેરઘેર ગાયો પાળોનો બોઘ આપીને સમાજમાં કોમી એકતાનો સંદેશ ફેલાવનાર મોટામીયા માંગરોલની ગાદીવાળા હઝરત હાજીપીર કયામુદૃીન બાવાની દરગાહ શરીફે તા. ૫ મીના રોજ બપોરે ૪ વાગ્યે સંદલ શરીફ હઝરત સુલતાનશા પીર દરગાહ કમ્પાઉન્ડથી નિકળી ઝઘડિયા નગરમાં રાબેતા મુજબના સ્થળોએ થઇને દરગાહ શરીફે પહોંચશે,જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચઢાવાશે. તા ૬ ના રોજ સવારે તકસીર એ લંગર તથા બાબા ફરીદ, હઝરત કયામુદૃીન ની શાનમાં ભજનોના જલસા થશે. રાત્રે મહેફીલે શમા નો કાર્યક્રમ યોજાશે. હઝરત કયામુદૃીનબાવાની દરગાહ ખાતે ચાલુ સાલે ૧૪ મો વાર્ષિક ઉર્સ મનાવાશે. ઉર્સમાં ભાગ લેવા ગુજરાત સહિત ગુજરાત બહારથી હિન્દુ-મુસ્લિમ શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં આવશે, અને હઝરતના પવિત્ર આશિર્વાદનો લાભ લેશે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા સુલતાનપુરા ગામે દરગાહ શરીફ નજીકના માર્ગનું નામ હઝરત કમાલુદ્દિન બાવાના નામ સાથે જોડવામાં આવ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ