Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા ગામે સરકારી વિનયન કોલેજ ખાતે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે.

Share

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ઝધડીયા તાલુકા સંયોજક અને જિલ્લા સંયોજક દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે સરકારી વિનયન કોલેજમાં વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લાભ લેવા હાંકલ કારેલ છે. ગુજરાત સરકાર દ્વારા જી ૨૦ યુથ સંવાદ કાર્યક્રમ ગુજરાતભરમાં થવાનું આયોજન થયું છે ત્યારે અભૂતપૂર્વ રીતે રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના સરકારી વિનયન કોલેજ રાણીપુરા ખાતે મહાનુભાવોની હાજરીમાં વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સંવાદ કાર્યક્રમ ઉત્સાહ સાથે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા માં વાય-૨૦ યુવા સંવાદ કાર્યક્રમ મહાનુભાવોની હાજરીમાં યોજાશે. તા.૫.૫.૨૩ ને શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે સરકારી વિનયન કોલેજ રાણીપુરા ખાતે યોજાશે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ જિલ્લા ઝગડીયા તાલુકાના સંયોજક દ્વારા બને મંડળના સદસ્યો ઉત્સાહ સાથે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, મોટી સંખ્યામાં યુવાનો, જાગૃત નાગરિકો અને બહેનો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મહાનુભાવોની હાજરીમાં યોજાશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં આજે બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!