Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે કપડાં સુકવતી મહિલાને વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાય ગઈ હતી તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

Share

ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે રહેતા જીતેન્દ્રભાઈ દીપચંદભાઈ શાહ ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ જીતેન્દ્રભાઈ તેમના ઘરે પૂજા-પાઠ કરતા હતા તે સમયે તેમના વાડામાં અવાજ થતો હતો. જેથી તેઓ તરત જ નીચે ઉતર્યા હતા. તેમના વાડામાં તેમના પુત્ર સેહુલ કુમારની પત્ની વિરલબેન કપડાં સુકવતી હતી તે સમયે તેણીને લાઈટનો વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાઇ ગઇ હતી. દરમિયાન ઘણા બધા લોકો ભેગા થઇ જતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને વાલીયા સરકારી હોસ્પિટલે લઈ ગયેલા. વાલીયા હોસ્પિટલ ખાતે તબીબોએ તેને મરણ ગયેલ જાહેર કરી હતી. સારવાર મળે તે પહેલાં જ વિરલ બેનનું મોત નીપજતા ઘરના બધા સભ્યો માનસિક રીતે તૂટી પડ્યા હતા. ઘટના બાબતે જીતેન્દ્રકુમાર દીપચંદ શાહે ઝઘડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં દુકાનદાર પિતા-પુત્ર પર રેલ્વે કર્મચારી એ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો.

ProudOfGujarat

દેશમાં ખેડૂતોનાં આંદોલનનો આવ્યો અંત, ખેડૂતો ઘરે જવા રવાના.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!