Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ફિચવાડા ગામના ઇસમને અન્યની પીકઅપ પર ડ્રાઇવિંગ કરવાની બાબતે બે ઇસમોએ માર માર્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફિચવાડા ગામે રહેતા એક ઇસમને જીતપુરા ગામના ઇસમે પીકઅપ ગાડી પર ડ્રાઇવિંગ કરવાની બાબતે બોલાચાલી કરીને માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફિચવાડા ગામે રહેતો ભરતભાઇ દિવાનભાઇ વસાવા ચાંદીયાપુરા ગામના કાલિદાસ વસાવા નામના ઇસમની પીક અપ ગાડી પર ડ્રાઇવિંગ કરવાની નોકરી કરે છે. દરમિયાન ગતરોજ તા.૧૪ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં જીતપુરા ગામે રહેતો અર્જુન વસાવા તેમજ ચાંદીયાપુરા ગામે રહેતો વિનોદ ઉર્ફે ભુરો વસાવા નામના ઇસમો હાથમાં લોખંડની કુહાડી તેમજ લોખંડની પાઇપ લઇને આવ્યા હતા, અને તું ચાંદીયાપુરાના કાલિદાસ વસાવાની પીકઅપ પર કેમ ડ્રાઇવિંગ કરે છે અને તેની સાથે કેમ ફરે છે? તેમ કહીને આ લોકોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. આ લોકો ગાળો બોલવા લાગ્યા હતા, અને ત્યારબાદ ઢિકાપાટુનો માર મારીને લોખંડના પાઇપ તેમજ કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરતભાઇ ઇજાગ્રસ્ત થતા માથામાં ચામડી ફાટી જઇને લોહી નીકળ્યું હતું. ત્યારબાદ આ લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ભરતભાઇને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે ભરતભાઇ દિવાનભાઇ વસાવા રહે.ગામ ફિચવાડા તા.ઝઘડિયાની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે અર્જુનભાઇ વસાવા રહે.જીતપુરા તા.ઝઘડિયા તેમજ વિનોદભાઇ ઉર્ફે ભુરો વસાવા રહે.ગામ ચાંદીયાપુરા તા.ઝઘડિયા (બન્નેના પુરા નામ મળેલ નથી) વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજાઈ.

ProudOfGujarat

કમોસમી વરસાદને પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતો બન્યા ચિંતાતુર!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગૌવંશના કતલના ઇરાદે પરિવહન કરાતા બે વાછરડાને છોડાવી એકની અટકાયત કરતી રાજપારડી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!