Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઓની પોલીસને રજુઆત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું ઉમલ્લા એક મહત્વનું વેપારી મથક છે. ઉમલ્લા દુ.વાઘપુરા ગામો સંયુક્ત બજાર ધરાવતા ગામો છે. અત્રેના બજારમાં આસપાસના ગામોની જનતા વિવિધ વસ્તુઓની ખરીદી માટે આવે છે. સવારથી સાંજ સુધી બજાર માણસોની ચહલપહલથી ધબકતું રહે છે. બજારમાં ટ્રાફિકની સમસ્યા હોવા ઉપરાંત ઘણીવાર નાનામોટા અકસ્માત સર્જાતા હોય છે. તેને લઇને ગતરોજ તા.૩ જીના રોજ ઉમલ્લાના ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યાની આગેવાની હેઠળ ઉમલ્લા વેપારી મંડળના પ્રમુખ ઉમેશ અગ્રવાલ તેમજ અન્ય વેપારી અગ્રણીઓએ ઉમલ્લા પીએસઆઇ પટેલને રજુઆત કરીને બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વિનંતી કરી હતી. પીએસઆઇ એ વેપારીઓની રજુઆત સાંભળીને ઘટતા પગલા લેવાની ખાતરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૮ પર પહોંચી.

ProudOfGujarat

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક નારાયણ ગાર્ડનમાં વાઇપર સાપ જણાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!