Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અનોખું અભિયાન શરૂ કરાયુ.

Share

વર્તમાન સમયમાં ખેતી માં ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની જમીન, જળ સ્તર તથા આબોહવા બગડી રહી છે, અને તેની સીધી અસર ખેડૂતોના પાક પર અને જનજીવન પર પડી રહી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને વર્મી કમ્પોસ્ટ ખાતર જાતે બનાવે અને તેનો વ્યાપ વધે તેવા શુભ આશયથી ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ૨૦૦ જેટલા ખેડૂતોને વર્મી કમ્પોસ્ટ બનાવવાની કીટ અને તેને માટે જરૂરી સાધન સામગ્રી આપવામાં આવી હતી તથા દેવ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને આ બાબતે સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેને લગતા એક કાર્યક્રમમાં આજરોજ કંપની દ્વારા ઝઘડિયાના નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને વર્મી કમ્પોસ્ટ ખાતરથી થતા ફાયદા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ફુલવાડી, સેલોદ, કપલસાડી, ગોવાલી, સરદારપુરા, નાનાસાંજા, ઉચેડિયા, તલોદરા, વખતપુરા વિગેરે ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા જે પ્રાકૃતિક ખેતી અને વર્મી કમ્પોસ્ટ ખાતર બાબતે સહયોગ કર્યો છે જેના કારણે ખેડૂતોને તેની સારી ઉપજ મળી રહી છે, વર્મી કમ્પોસ્ટ ખાતરથી તેમના ખેતરો પણ સુધરી રહ્યા છે, ઉત્પાદન પણ વધી રહ્યું છે, આ ઉપરાંત વર્મી કમ્પોસ્ટ ખાતરના ઉપયોગથી પાકમાં રોગ પણ આવતો નથી તેમ જણાવ્યું હતું.

આ બાબતે બિરલા સેન્ચ્યુરીના વિજય શેઠીયા એ જણાવ્યું હતું કે બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રુ. ૧૩ કરોડથી વધુના સીએસઆર એક્ટિવિટી હેઠળ કામ કર્યા છે, તેમણે ફર્ટિલાઇઝર વાપરવાથી થતા ખેતીને નુકસાન અને વર્મી કમ્પોસ્ટ ખાતરના ફાયદાની વિસ્તૃત માહિતી આપી હતી. દેવ ફાઉન્ડેશનના નિલેશ પંડ્યા એ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ખેડૂતોનો સહકાર જરૂરી છે, આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી અમૂલ ડેરી તેનો પાક ખરીદશે તેવા આયોજનો સરકાર દ્વારા થઈ રહ્યા છે. વર્મી કમ્પોસ્ટ પદ્ધતિ કોઈ નવી પદ્ધતિ નથી આપણા પૂર્વજો આ જ પ્રમાણે ખાતર બનાવી તેનો ઉપયોગ કરતા હતા અને તેના ફળ સ્વરૂપે આપણને પૌષ્ટિક અનાજ શાકભાજી અને કઠોળ મળતા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં વીઆઈપી રોડ પર સ્પાની આડમાં ચાલતા આધુનિક કુટણખાનાનો પદાફાર્શ : સ્પા ઉપર પોલીસના દરોડા.

ProudOfGujarat

“नमस्ते इंग्लैंड” की टीम ने एक ग्रैंड पार्टी के साथ फिल्म की शूटिंग की समाप्त!

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના ભાનેર પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!