ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડાલ ગામે આજરોજ પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આયોજિત કાર્યક્રમમાં ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, ભાજપા અગ્રણી દિનેશ વસાવા, જિલ્લામાંથી આવેલ પશુ ચિકિત્સક ખુશાલભાઇ વસાવા, પ્રશાંતભાઈ, મેહુલ પટેલ, ગામના સરપંચ,અગ્રણીઓ તેમજ આજુબાજુના ગામોએથી આવેલ ખેડૂતો તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશભાઇ વસાવાએ અત્રે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. પશુ ચિકિત્સકે ઉપસ્થિત પશુપાલકોને પશુપાલનને લગતી જાણકારી વિસ્તારથી આપી હતી. પશુઓને આપવાના વિવિધ ખોરાક,પશુઓમાં આવતા વિવિધ રોગ અને તેના ઉપચાર,પશુ સંવર્ધન તેમજ દુધ ઉત્પાદન કેવી રીતે વધારવું જેવી જરુરી માહિતી મેળવીને પશુપાલકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે, અને પશુપાલનનો વ્યવસાય ખેતી સાથે જોડાયેલો હોય આ બન્ને એકજ સિક્કાની બે બાજુ કહેવાય છે, ત્યારે ગ્રામ્ય સ્તરે પશુપાલકોને પશુપાલન અંગેની સમજ પુરતા પ્રમાણમાં મળે તે માટે ગ્રામ્ય સ્તરે યોજાતા આવા કાર્યક્રમો આવકારદાયક ગણાય.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ