Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : રાજપારડી નજીક માધુમતિ ખાડીના પુલની તુટેલી રેલિંગને લઇને અકસ્માતની દહેશત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. આ માર્ગ પર રાજપારડી ગામ નજીક વહેતી માધુમતિ ખાડી પરના પુલની એક તરફની રેલિંગ તુટી ગયેલ છે. ગત તા.૮ મીના રોજ એક મોટું કન્ટેનર પુલની રેલિંગ તોડીને ખાડીમાં પડ્યું હતું. કન્ટેનર ખાડીમાં પડવાના કારણે પુલની કુલ લંબાઇના અડધા જેટલી લંબાઇની લોખંડની એંગલની રેલિંગ તુટી ગઇ હતી. આ ઘટનાને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા આ તુટેલી રેલિંગ દુરસ્ત કરવા કોઇ કામગીરી થઇ નથી.

ઉલ્લેખનીય છે કે આ ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહેતો માર્ગ છે. રાજપિપલા અને તેનાથી આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ સુરત મુંબઇ તરફ જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. પુલની એક તરફની રેલિંગ તુટી ગયેલ હોવાથી કોઇવાર નાનુંમોટું કોઇ વાહન ખાડીમાં પડવાની દહેશત રહેલી છે. પુલ પર બન્ને તરફના વાહનોની આવનજાવનથી વાહનચાલકોએ છેક પુલના છેડા નજીક ચાલવું પડે છે, ત્યારે કોઇવાર કોઇ વાહન ગફલતથી તુટેલી રેલિંગના ક‍ારણે ખાડીમાં પડશે તો જાનહાનિ થવાની સંભાવના પણ રહેલી છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન આવા સંભવિત અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. ત્યારે તંત્ર તાકીદે આ સ્થળે પુલની તુટેલી રેલિંગ દુરસ્ત કરવા આગળ આવે તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કર્મીઓએ તેઓ ની પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીની ફેર સમીક્ષા જરુરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!