ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલી રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકા વિસ્તારના ગામોમાં તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ પ્રકારના લોક ઉપયોગી વિકાસના કાર્યો કરવામાં આવે છે. રાજશ્રી પોલીફીલ કંપની પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી કાર્ય ઝઘડિયા તાલુકામાં કરી રહી છે. રાજશ્રી કંપની દ્વારા રોગ નિદાન કેમ્પ અને સેનેટરી નેપકીનના ઉપયોગ અંગેની જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા અને વલી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ત્રીઓના સમૂહને સ્ત્રી રોગ નિષ્ણાંત મહિલા ડોક્ટર દ્વારા સ્ત્રીઓને લગતા રોગ અંગેની માહિતી આપી વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી. રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા વલી અને રાયસીંગપુરા અને ડભાલ ગામની આશરે ૮૦૦ આદિવાસી બહેનોને વિનામૂલ્યે ૨૯ હજાર સેનેટરી નેપકીનોનું છ મહિના સુધી ચાલે તે પ્રકારનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ