Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે મોટરસાયકલ અને સ્કુટર વચ્ચેના અકસ્માતમાં બંને ચાલકોને ઇજા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક મોટરસાયકલ અને એક સ્કુટર સામસામે ટકરાતા બન્ને ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા નગરની ગ્રીનવેલી સોસાયટી ખાતે રહેતો અર્પિત શ્રીકિશન શર્મા નામનો ૨૩ વર્ષીય યુવક ગતરોજ તા.૧૩ મીના રોજ તેના ઘરેથી મોટરસાયકલ લઇને ઝઘડિયા બજારમાં જરુરી સામાનની ખરીદી કરવા ગયો હતો. તે દરમિયાન ઝઘડિયા ચોકડી નજીક સામેથી આવતું એક સ્કુટર અને અર્પિતની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અર્પિત મોટરસાયકલ પરથી નીચે પડી ગયો હતો. તેને ડાબા પગે ઘુંટણ પર, ડાબા હાથે તેમજ કોણી પર ઇજાઓ થઇ હતી. જ્યારે સ્કુટર ચાલક રાકેશ છત્રસીંગભાઇ વસાવા રહે.ગામ શિયાલી તા.ઝઘડિયાનાને પણ પગ પર ઇજા થઇને ફેક્ચર થયું હતું. ઇજાગ્રસ્ત અર્પિતને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે અર્પિત શર્માએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરપંચને જાનથી મારી નાખવાની  ધમકી

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ના નોબલ માર્કેટમાંથી શંકાસ્પદ લોખંડ સળીયા ભરેલો ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!