Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસી માં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતા ત્રણ ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને સીપીઆઇ એસ.આર.ગાવીતની સુચના મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ બી.એસ.શેલાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં કેટલાક અલગઅલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઇવરો કેટલાક ટેન્કરમાં કંપની તરફથી લગાવેલ સીલ તોડીને વિવિધ પ્રકારના પ્રવાહી પ્લાસ્ટિકના કેરબામાં ભરે છે. પોલીસે આ સંદર્ભે તપાસ કરતા જીઆઇડીસીમાં આવેલ ઇવોનિક (હુબર) કંપની સામે આવેલ આરતી કંપનીના પાર્કિંગમાં ટેન્કરનું કંપનીનું સીલ તોડીને તેમાંથી એક ટેમ્પોમાં રાખેલ પ્લાસ્ટિકના બેરલોમાં ભરીને ૮૩૦ કિલો જેટલું રુ.૯૮૭૭૦ ની કિંમતનું કેમિકલ સગેવગે કરતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે આ ગુના અંતર્ગત અનિલ લાલચન્દ વર્મા રહે.ઉત્તરપ્રદેશ તેમજ પ્રકાશ ભેરુલાલ ખટીક અને જગદીશચંદ્ર ખટીક બન્ને હાલ રહે. કીમ ચોકડી જિ.સુરત અને મુળ રહે. રાજસ્થાનનાને ટેન્કરો અને ટેમ્પો સહિત કુલ રુ.૫૮૭૯૦૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.આ કેમિકલ ગાંધીધામ કંડલા ખાતેથી ટેન્કરમાં ભરીને ઝઘડિયા જીઆઇડીસીની લેન્સેક્ષ ઇન્ડિયા નામની કંપનીમાં ખાલી કરવા લાવવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભરૂચની S.V.M હાયર સેકન્ડરી સ્કૂલના વિધાર્થીઓની પસંદગી થતા શાળા પરિવારમાં આનંદ છવાયો

ProudOfGujarat

છોટાઉદેપુર : સંખેડાના ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા પાલેજ ખાતે પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!