Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના દુ.માલપોર ગામે ખેતરના શેડા પરથી કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળતા ચકચાર

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા માલપોર ગામની સીમમાં એક ખેતરના શેડા પરથી એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર ગત તા.૮ મીના રોજ દુ.માલપોર ગામે એક ખેતરના શેડા પર કોઇ ઇસમનો મૃતદેહ જણાયો હતો. આ બાબતે ઝઘડિયા પોલીસમાં જાણ કરાતા પોલીસે સ્થળ પર જઇને મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પી.એમ. કરવા મોકલી આપ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ ખેતરના શેડા પરથી મૃત હાલતમાં મળી આવેલ આ અજાણ્યો ઇસમ ૬૫ થી ૭૦ વર્ષ જેટલી ઉંમરનો, શરીરે પાતળી કાઠીનો ,રંગે ઘઉં વર્ણો તેમજ ૫ ફુટ જેટલી ઉંચાઇ ધરાવતો હોવાનું જણાવાયું હતું. આ ઇસમે શરીર પર જાંબલી કલરની લુંગી પહેરેલ હતી. આ ઇસમનું મોત કેવી રીતે થયું તેની હાલ કોઇ સત્તાવાર માહિતી મળી નથી, પરંતું તેનું મોત કોઇ બિમારીના કારણે અથવાતો કોઇ અન્ય કારણસર થયું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. આ અજાણ્યો મૃત ઇસમ કોણ છે, ક્યાંનો છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તેની વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે, એમ હાલ પુરતુ તો જણાઇ રહ્યું છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ સામે ભરૂચ નગરપાલિકાની ટીમ મેદાનમાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ વહેલી તકે મળે એ માટે ઓનલાઈન મીટિંગ યોજાઇ.

ProudOfGujarat

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!