Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સારસા ગામ ખાતે નર્મદા પરિક્રમાના આયોજકો પ્રચાર માટે આવ્યા.

Share

ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીની પરિક્રમાનો મોટો મહિમા છે. ઘણા શ્રધ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. આજરોજ ઝઘડિયાના સારસા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંતર્ગત પ્રચાર માટે આયોજકો આવ્યા હતા.

મળતી વિગતો મુજબ આગામી તા.૨૧ માર્ચના રોજ આ પરિક્રમાનો રામપુરા જિ.નર્મદા ખાતેથી પ્રારંભ થશે. આ પરિક્રમાના મુખ્ય આયોજક તરીકે નર્મદાપુત્ર સાવરિયા મહારાજ સેવા આપશે. કીડી મકોડી ઘાટ દન્ડી સ્વામી યોગાનંદ તીર્થ આશ્રમ ઉત્તરેશ્વર મહાદેવ પુજન સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. દરરોજ બપોરે બે કલાકે મોટરક‍ાર દ્વારા પરિક્રમા શરુ કરાશે. પરિક્રમા અવધુત આશ્રમ, તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાપા આશ્રમ સહિતના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. આજરોજ ઝઘડિયા તાલુકાના સારસા ગામે પરિક્રમાના મુખ્ય આયોજક સાવરિયા મહારાજ યાત્રાના પ્રચાર અર્થે આવ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ આ પરિક્રમા દરમિયાન કેટલાક સ્થળોએ નાવડીમાં બેસીને નર્મદા પાર કરવામાં આવશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે સિદ્દીજમાતનાં યુવાનોને નજીવી બાબતે ઉચ્ચ જ્ઞાતિનાં લોકોએ ઢોર માર મારવાથી સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વલણ ગામે Τ.Κ. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો* “Τ.Κ. આઈડિઅલ એજયુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “Τ.Κ. આઈડિઅલ ક્લિનિક”ના સંયુક્ત ઉપક્રમે કરજણના વલણ ગામે 6ઠ્ઠો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, માંકણ અને આસપાસના ગામોનાં લોકોને “રાહત દરે” મળ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ: મુસ્લિમ યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પ્રકાશ મોદી સામે કાર્યવાહી કરવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!