ઝઘડિયા જીઆઇડીસીમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ઝઘડીયા જીઆઇડીસીમાં પર કેટલા ભંગારીયાઓ તથા ચોરો પર પગલા નહીં ભરાતા હોવાના કારણે વારંવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૭૪૮ માં આવેલ લેનક્ષેસ કંપની વિવિધ જાતના કેમિકલ બનાવે છે. કંપનીમાં કેમિકલ બનાવવાની પ્રોસેસ માટે પ્લેટિનમ કેટલીસ કાળા કલરનો પાવડર મંગાવવામાં આવે છે. કંપનીના સ્ટોરરૂમમાં ડ્રમના પેકિંગમાં આ મટીરીયલ રાખવામાં આવ્યું હતું. ગત તારીખ ૨૯-૪-૨૦ ના રોજ કંપનીના પ્રોડક્શન હેડ અરુણ હીરુલીકરનાએ કંપનીના સિનિયર મેનેજર એડમિનિસ્ટ્રેશન અંતનુદાસ પંકજદાસને જણાવેલ કે કંપનીના સ્ટોરરૂમમાં રાખવામાં આવેલ પ્લેટિનમ કેટલીસ મટીરીયલ બે ડ્રમ ૨૫ કિલોના ચોરી થયેલ હોવાનુ તેઓને ઓપરેટર જીગ્નેશ મોદીએ જણાવેલ છે. ચોરીની ઘટના બની હોય અતનુદાસ જાતે સ્ટોરરૂમમાં તપાસ કરવા માટે ગયા હતા ત્યારે આ મટીરીયલ ચોરી થયાનુ ધ્યાને આવ્યું હતું. કોઈ ચોર ઇસમ કંપનીની દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી અંદર આવેલ સ્ટોરમાંથી પ્લેટિનમ કેટલીસ મટીરીયલ ૨૫, ૨૫ કિલોના બે ડ્રમ જેની એકની કિંમત ૧૧ લાખ મળી બે ડ્રમના ૨૨ લાખ થાય છે. જે ચોર ઈસમ ચોરી કરી ગયા છે. આ બાબતે કંપનીના સિનિયર મેનેજર એડમિનિસ્ટ્રેશન અતનુદાસ પંકજદાસે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ લેનક્ષેસ કંપનીનાં સ્ટોરરૂમમાં રાખવામાં આવેલ પ્લેટિનમ કેટલીસ મટીરીયલની ચોરી થઈ જાણો વધુ..
Advertisement