Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ઉચેડિયા ગામે આકાર પામશે વિશ્વનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘર

Share

ભરૂચ જિલ્લો હવે દુનિયામાં દિવ્યાંગો માટેના ૧.૬૫ લાખ ચોરસ ફૂટ જમીનમાં આકાર પામનાર ઓલ્ડ એજ રિસોર્ટ નો સાક્ષી બનવા જઈ રહ્યો છે. દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે, પણ દિવ્યાંગ વૃધ્ધો માટે કોઈ વૃધ્ધાશ્રમો નથી. જેને રિસોર્ટ તરીકે મૂર્તિમંત કરી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું બીડું સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરે લીધું છે.

ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુભાઇ ટેલર ૨૦૦ દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, સહિતની ૪૯ આધુનિક સુવિધા અને સવલતો આપવામાં આવશે. મુખ્ય પ્રવેશ, ફીચર વોલ, લોબી અને રિસેપ્શન. કોન્ફરન્સ હોલ, સિક્યુરિટી અને સર્વેલન્સ રૂમ. એડમિન ઓફિસ. ટોયલેટ, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ટ્રસ્ટી ઓફિસ. અધ્યક્ષનું કાર્યાલય અને રૂમ, ગૌશાળા, કમળના તળાવ સાથેનું મંદિર. સ્વિમિંગ પૂલ, ગેમ્સ ઝોન, લાઇબ્રેરી, શાવર અને ચેન્જિંગ રૂમ. મસાજ રૂમ, પ્રાર્થનાના હોલ, મલ્ટિપર્પઝ લોન, વીઆઇપી ગેસ્ટ હાઉસ, કિચન ડાઇનિંગ હોલ, મેઇન સ્ટોર, મેઇન કિચન, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર, નર્સિંગ રૂમ, ફિઝીયોથેરાપી રૂમ, ઓપીડી રૂમ, કાઉન્સલિંગ રૂમ, હાઉસકીપિંગ, સ્ટોર્સ અને લોન્ડ્રી, હર્બેરિયમ, લૉન એરિયા ગાઝેબો કિચન ગાર્ડન, મલ્ટિપર્પઝ કોર્ટ, પાથવે, ડ્રાઈવ, ડબલ બેડ અને સિંગલ બેડના રૂમસ. ડોરમેટરી, સ્ટાફ ક્વાર્ટર, ઇમરજન્સી મોટરેબલ એક્સેસ અને પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. ભારત દેશ અને ગુજરાત રાજયમાં કોઈ પણ જગ્યાએ દિવ્યાંગ વૃધ્ધો માટે વૃધ્ધાશ્રમની વ્યવસ્થા નથી. સામાન્યરીતે અન્ય વૃધ્ધાશ્રમોમાં દિવ્યાંગ વૃધ્ધોને તેમની દિવ્યાંગતાને લીધે આશ્રય આપવામાં આવતો નથી ત્યારે આવા વૃધ્ધોની સ્થિતી દયામય બની જાય છે. આથી સંસ્થાએ દિવ્યાંગ વૃધ્ધોને આશ્રય મળી રહે તે માનવીય હેતુથી વૃધ્ધાશ્રમ શરૂ કરવાનું નકકી કર્યું છે.

ભરૂચના ઝઘડિયાના ઉચેડિયા ગુમાનદેવ હનુમાનદાદાના મંદિર સામે ખુબ આધુનિક તમામ સગવડો સાથે એક રીસોર્ટ જેવુ બનાવી જયાં ૨૦૦ નિરાધાર દિવ્યાંગો વિનામુલ્યે જીવનના અંતિમ દિવસો પસાર કરે તેવું આયોજન કરાયું છે. પ્રભુનું ઘર વૃદ્ધાશ્રમ માટે કે બી ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમ બનાવવાની તમામ નાણાકીય સહાય આપવાનું એલાન કેપી ગ્રુપના ફારુકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવ્યાંગો મુખ્ય પ્રવાહમાં જોડાઇ શકે તે માટે તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, આ દિવ્ય કાર્યનું શિલાન્યાસ ગતરોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગતરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્યો સહિત તાલુકા અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

આરટીઓ ઇન્સપેકટર જે.વી.શાહનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

ProudOfGujarat

નડિયાદ : માતરના અસામલી ગામેથી એક બોગસ ડોકટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો

ProudOfGujarat

અંકલેશ્વરના નોબલ માર્કેટ પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!