Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ગુંડેચા નજીક પીકઅપ ગાડી અને કાર વચ્ચેના અકસ્માતમાં ક‍ાર ચાલકનું સારવાર દરમિયાન મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીકઅપ ગાડી અને એક ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ફોર વ્હિલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના કાંટોલ ખાતે રહેતા સુભાષભાઇ ચુનીલાલ વસાવા ગતરોજ તા.૧૨ મીના રોજ કોઇ કામ માટે ફોર વ્હિલ ગાડી લઇને રાજપારડી ગયા હતા. ત્યારબાદ રાજપારડી કામ પતાવી તેઓ પાછા ફરતા હતા ત્યારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રાજપારડીની આગળ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ નજીક સામેથી આવતી એક પીક અપ ગાડી તેમની ક‍ાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુભાષભાઇને માથાના ભાગે ઇજા થઇને લોહી નીકળતું હતું, અને તેઓ બેહોશ જેવા થઇ ગયા હતા. ઉપરાંત પીક અપ ગાડીમાં બેઠેલા અન્ય છ જેટલા માણસોને પણ ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ પીક અપ ગાડીનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે જખ્મી થયેલ સુભાષભાઇને રાજપારડીના ખાનગી દવાખાને લઇ જવાયા હતા. ત્યારબાદ અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મરણ પામેલ જાહેર કર્યા હતા. પીકઅપ ગાડીમાં બેઠેલા અને અકસ્માત દરમિયાન ઇજા પામેલ અન્ય ઇસમોને પણ સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. ઘટના બાબતે મૃતકના પુત્ર ચિરાગભાઇ સુભાષભાઇ વસાવા રહે.કાંટોલ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ અકસ્માત કરી નાશી જનાર પીક અપ ગાડીના ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને પગલે જનતામાં ચિંતા ફેલાવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

તાપ હોય કે ઠડી કે વરસાદ કે અન્ય વિસમ પરિસ્થિતિ હોય ડી જી વી સી એલ ના કર્મચારી સતત ફરજ પર….

ProudOfGujarat

વડોદરાના 41 જનઔષધિ કેન્દ્રો પરથી સૌથી વધુ રૂ.3,04,89,540 જેનરીક દવાનું થયું વેચાણ.

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જીલ્લા માં બી.ટી.પી. દ્વારા  આનંદ ઉત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!