ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહના વાર્ષિક ઉર્સની આજરોજ પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર હઝરત બાવાગોર (બાવા ગોરીશા)ની આઠસો વર્ષ જુની દરગાહ આવેલી છે. આ દરગાહે વર્ષમાં બે વાર મેળાઓનું આયોજન થાય છે. ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે દરગાહનો ચસ્મો ( પાણીનો કુંડ) વધાવવામાં આવે છે, તે દિવસે ભવ્ય મેળો ભરાય છે. ઉપરાંત દરગાહના વાર્ષિક ઉર્સની ઉજવણી પ્રસંગે પણ ભવ્ય મેળાનું આયોજન થાય છે. ઉલ્લેખનીય છે હઝરત બાવાગોરની દરગાહે ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે, અને દર ગુરૂવાર અને રવિવારના રોજ બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. આજરોજ દરગાહના વાર્ષિક ઉર્સ પ્રસંગે ભવ્ય મેળો ભરાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement