Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

Share

ઝઘડિયા, અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીનાં શ્રમિકોના મોટા કેમ્પસની ડી.વાય.એસ.પી સહિતનાં અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શ્રમિકોના ત્રણ મોટા કેમ્પસમાં ૧૫૦૦ જેટલા શ્રમિકોની મુલાકાત લઇ તેમને શાંતિથી રહેવા અને સરકારી નિયમોનું પાલન કરવા સમજણ આપવામાં આવી હતી. ગતરોજ પોલીસ અધિક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ડિવીઝનનાં ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેકટર શ્રી,એસઓજી ભરૂચ નાઓ તથા થાણા અધીકારી શ્રી ઝધડીયા , વાલિયા, રાજપારડી, અંકલેશ્વર જીઆઇડીસી, અંકલેશ્વર સીટી, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, તમામ અધિકારીઓએ કુલ દસ(૧૦) પોલીસ વાહનો સાથે ઝઘડીયા જીઆઇડીસી, અંકલેશ્વર જીઆઇડીસી અને પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં રોડ માર્ચ યોજવામાં આવેલ તે દરમિયાન કુલ ત્રણ મોટા લેબર કેમ્પનાં અંદાજિત ૧૫૦૦ જેટલા પરપ્રાંતીય શ્રમિકોની મુલાકાત લેવામા આવી હતી, તેઓની રજુઆત સાંભળી ધીરજ રાખવા, માસ્ક પહેરવા અને સાબુથી હાથ ધોવા સમજ આપવામાં આવી હતી. તેમજ તેઓને પોતાના વતનમાં જવા કોઇ પણ કાયદાનો ભંગ ન કરે તે અંગે દરેક શ્રમિકોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા શ્રમિકોએ ખુશ થઈ શાંતિથી રહેવા સ્વૈચ્છિક સહમતી દર્શાવી હતી.

Advertisement

Share

Related posts

વલસાડ-નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત-ડુંગરી નજીક સોનવાડા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર શની જયંતી નિમિત્તે ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે 4 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!