ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંધારકાછલા ગામેથી ઝઘડિયા તરફ એક્ટિવા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારુની પાંચ બોટલો લઇને આવતા એક ઇસમને ઝઘડિયા પોલીસે ઝઘડિયાના વાલિયા ત્રણ રસ્તા નજીકથી ઝડપી લીધો હતો.
આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસે મળેલ બાતમી મુજબ ઝઘડિયાના વાલિયા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની એક્ટિવા ગાડી લઇને એક ઇસમ આવતા તેને રોકીને તેનું નામ પુછતા તે ઇસમ અંધારકાછલા ગામનો યોહાનભાઇ વસાવા હોવાની જાણ થઇ હતી. પોલીસે તપાસ કરતા એક્ટિવા ગાડીની ડીકીમાંથી કાપડની થેલીમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની રુ.૨૫૦૦ ની કિંમતની કુલ ૫ બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારુની બોટલો તેમજ એક મોબાઇલ જેની કિંમત રુ.૫૦૦ મળીને કુલ રુ.૩૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુના સંદર્ભે પોલીસે યોહાનભાઇ કાંતિભાઇ વસાવા રહે.નિશાળ ફળિયું, ગામ અંધારકાછલા, તા.ઝઘડિયા, જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો, જ્યારે પોલીસ ફરિયાદ મુજબ આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા ગાડીનો કબજે લેવાયેલ મુદ્દામાલમાં સમાવેશ કરાયો નહતો.