Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના પાણેથા નજીક ખેતરમાંથી જિલ્લા એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવેલ પાણેથા નજીકથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખુલ્લા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતીકે પાણેથા થી ઇન્દોર જવાના માર્ગ પર એક ખેતરમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો રાખેલ છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે છાપો મારતા ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારુના રુ.૮૬૪૦૦ ની કિંમતના પાઉચ નંગ ૬૮૪ મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારુનો આ જથ્થો કબજે લઇને આ ગુના હેઠળ રસીકભાઇ નટુભાઇ પાટણવાડીયા તેમજ પંથ પટેલ બન્ને રહે.ગામ ઇન્દોર તા.ઝઘડિયા જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઉમલ્લા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે UPL ના યુનિટ 2 ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

રાજપારડી નજીક ધોલી ગામ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૮ પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!