હાલ કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે અને કોરોના વાયરસનો ફેલાવો વધારે ન થાય તે માટે દેશના તમામ નાગરિકોને ઘરોમાં લોક કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ ત્રીજા તબક્કાનાં લોકડાઉનમાં દેશનાં અલગ અલગ રાજ્યોનાં જીલ્લા અને વિસ્તારોને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અત્યારે કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે પરંતુ પહેલા દિવસેથી જ પોતાની જાનની પરવા કર્યા વગર લોકોના હિત માટે સતત કાર્યરત રહેતા પોલીસના જવાનો, મેડિકલની ટીમો અને ડોક્ટરો જેમની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે એવા કોરોના વોરીયર્સનું સન્માન થવું જ જોઈએ.
જે માટે કોરોના વોરિયર્સ એવા મેડિકલ સ્ટાફની ટીમો, ડોક્ટરો અને પોલીસ સ્ટાફના જવાનોનું પ્રોત્સાહન વધારવા આજરોજ ઝઘડિયામાં પોલિસ સ્ટેશનની સામે આવેલા થાણા ફળિયાનાં લોકો દ્વારા પુષ્પ આપી અને માથે તિલક કરી અને તાળિયોનાં ગડગડાટથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઝઘડીયાનાં થાણા ફળિયામાં આરોગ્ય ટીમ અને પોલીસ સ્ટાફનું તિલક અને ફુલથી સ્વાગત કરાયું.
Advertisement