Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામના યોગેશભાઇ વસાવા નામના એક યુવકનું અગાઉ નર્મદા નદીમાં મગરના હુમલાથી મોત નીપજ્યું હતું. સરકાર તરફથી નિયમ મુજબ યુવકના પરિવારને સહાય આપવામાં આવી હતી. આજરોજ જૂનાપોરા ગામ ખાતે મરણ પામેલ યુવકના પરીવારને સરકાર તરફથી મળેલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે વન અધિકારીઓ આર.ડી.જાડેજા તેમજ મીનાબેન પરમારની હાજરીમાં આ ચેક આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા, અગ્રણી નરેન્દ્રસિંહ રાજ, ફોરેસ્ટર મહેશભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા પીએચસીએ પોલિયો રસીની ૯૨ ટકા કામગીરી સંપન્ન કરી.

ProudOfGujarat

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે

ProudOfGujarat

ભરૂચમાં હવાલાકાંડનો પર્દાફાશ – 50 લાખ ઉપરાંતની રોકડ સાથે પાંચબત્તી વિસ્તારમાંથી એક વ્યક્તિની એસ.ઓ. જી પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!