Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાના મુલદ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકને જોડતો માર્ગ અકસ્માત જોન બનતો જઈ રહ્યો છે, ખાસ કરી મુલદ ગામ નજીક અકસ્માતની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી દેખાઈ રહી છે, તેવામાં વધુ એક ઘટના ગતરોજ રાત્રીના સમયે બનતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ભારદાર વાહન ટાયર આ વ્યક્તિ ઉપર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના મુલદ ગામ પાસે ગત રાત્રીના સમયે પ્રકાશ વસાવા નામનો યુવક રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યો હતો, દરમિયાન અચાનક તેની ઉપર ગાડીનું ટાયર ફરી વળતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, ઘટના બાદ રોષે ભરાયેલ સ્થાનિક ગ્રામજનોએ રસ્તા ઉપર ટાયર સળગાવી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકની લાશને પણ બે કલાક સુધી રસ્તા વચ્ચે જ મુકી રાખી હતી.

સ્થાનિક ગ્રામજનોનું જણાવવું છે કે મુલદથી ઝઘડિયાને જોડતા માર્ગ પર સતત ભારદાર વાહનોની અવરજવર રહેલી છે, આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ છે, તેમજ સ્પીડ બ્રેકરનો પણ અભાવ છે, અવારનવાર સર્જાતા અકસ્માતોની ઘટનાઓને લઈ તંત્રમાં રજૂઆત કરી છે, છતાં આજદિન સુધી આ વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી જેને પગલે છાશવારે સર્જાતા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

Advertisement

પ્રાથમિક જાણકારી મુજબ મુલદ નજીક અકસ્માતમાં અત્યાર સુધી ૭ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર સ્પીડ બ્રેકર કે સ્ટ્રીટ લાઈટ મૂકવામાં ઢીલાશ કરી રહ્યું છે, તેવામાં ગત રાત્રીના સર્જાયેલ અકસ્માત બાદ ગ્રામજનોએ ચક્કાજામ કરી સવાર સુધી સ્પીડ બ્રેકર સહિતના કામો નહિ કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી, અકસ્માતની ઘટના બાદ પોલીસ વિભાગે પણ ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડી મૃતકની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ઉમરપાડા તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં આમ આદમી પાર્ટી સરપંચના ઉમેદવાર ઊભા રાખશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તા. ૧૮ એ પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે રાઉન્ડ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : ઝવેરી નગરનાં મુખ્ય રસ્તા પર બે આંખલાઓ યુદ્ધે ચડયા : રહીશોમાં ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!