Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના જરોઇ ગામની ૫૫ વર્ષીય આધેડ મહિલાની ઉમરવાની સીમમાં હત્યા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરોઇ ગામે રહેતી ૫૫ વર્ષીય સુમિત્રાબેન વસાવા નામની આધેડ મહિલા ગતરોજ પોતાના બકરા ચરાવવા ગઇ હતી. આ મહિલા મોડે સુધી ઘેર પરત નહિ આવતા તેના પરિવારજનોએ મહિલાની શોધખોળ આરંભી હતી. દરમિયાન રાતના ખબર મળી હતી કે આ મહિલા ઉમરવા ગામની સીમમાં એક ખેતરમાં મૃત હાલતમાં પડેલ છે. મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી. આ મહિલાના ગળામાં સાડીનો ટુંપો બાંધેલ હતો અને મહિલાના બન્ને પગના ચંપલ છુટાછવાયા પડેલા હતા. મૃતકના પરિવારજનોએ ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતું જે સ્થળેથી મહિલાનો મૃતદેહ મળ્યો તે સ્થળ આમલેથા પોલીસની હદમાં હોઇ મહિલાના મોત બદલ મૃત મહિલાના પુત્ર રાજુભાઇ શાંતિલાલ વસાવા રહે.ગામ જરોઇ તા.ઝઘડિયાનાએ આમલેથા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. કોઇ અજાણ્યા ઇસમે કોઇ ક‍ારણોસર આ આધેડ મહિલા ગળામાં સાડીનો ટુંપો આપીને તેની હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. હાલતો આ આધેડ મહિલાના મોત બદલ રહસ્ય સર્જાયું છે. મહિલાની હત્યા કોણે કરી છે તેની સાચી હકિકત પોલીસ તપાસ બાદજ બહાર આવશે, એમ હાલતો જણાઇ રહ્યું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિવાઓના સર્વાંગીણ વિકાસ માં સહકાર અને વિકાસમા અવરોધ ઉભા કરનાર સામે અવાજ ઉઠાવ્યો

ProudOfGujarat

પાલેજમાંથી ૭૦૦ જેટલાં શ્રમિકોને એક માસમાં પોતાના વતન પહોંચાડાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કંસાલી ગામેથી માંગરોળ પોલીસે 1,14,000 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!