Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના વીજ કર્મચારીનું ફરજ દરમિયાન વીજ કરંટ લાગતા મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ઝઘડિયા તાલુકાના તેજપુર ગામના વતની રવિન્દ્ર દિનેશભાઈ વસાવા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આજરોજ રવિન્દ્ર વસાવા તેમની ટીમ સાથે પોરા ફીડરના કરાર ગામની સીમમાં વીજ સમારકામ માટે ગયા હતા. કરાર ગામની સીમમાં સમારકામ દરમિયાન અચાનક રવિન્દ્રભાઈ વસાવાને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને અર્ધ બેભાન અવસ્થામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સાથેના અન્ય વીજ કર્મીઓ તેમને તાત્કાલિક સારવાર માટે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને‌ મરણ પામેલ જાહેર કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જનતા ચિંતિત.

ProudOfGujarat

કપડવંજમાં ત્રણ વ્યક્તિઓને વિજ કરંટ લાગતા એકનુ મોત, જ્યારે બે લોકો સારવાર હેઠળ

ProudOfGujarat

અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર આવતા પત્રકારો સાથે સંવાદ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!