ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇની પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ ક્રમે આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વાગરા કુમાર શાળા ખાતે તા. ૩ જીથી ૫ મી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન યોજવામાં આવ્યું હતું. વિભાગ -૪ અંતર્ગત પરિવહન અને નાવિન્યમાં ઝઘડિયા તાલુકાની બોરજાઈ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવી હતી. વિજ્ઞાનની કૃતિ સોલર સેગ્નેને બોરજાઈ શાળાની વિધ્યાર્થીની વસાવા સોહાની અને વસાવા અનામિકાએ રજૂ કરી હતી. શાળાની કૃતિ જિલ્લા સ્તરે પ્રથમ ક્રમ માટે પસંદગી પામી હતી. શાળાનાં માર્ગદર્શક શિક્ષક પટેલ અલ્પેશભાઈ અને આચાર્ય ભગત નિતિનભાઈના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થીઓએ આ કૃતિ તૈયાર કરી હતી. હવે ઝોન કક્ષાએ આગામી તા. ૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નવસારી મુકામે યોજાનાર સ્પર્ધામાં બોરજાઈ શાળા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે એમ જણાવાયું હતું. ઝઘડીયા તાલુકાની બોરજાઇ શાળાએ જિલ્લા સ્તરે પ્રથમ આવતા શાળાના શિક્ષકો તેમજ બાળકો અભિનંદનને પાત્ર ઠર્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝઘડીયાની બોરજાઈ શાળા પ્રથમ ક્રમે આવી.
Advertisement