Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના જેસપોર ગામના યુવકનું ઉંડી નજીક અકસ્માતમાં મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જેસપોર ગામે રહેતો રાજેશભાઇ અભિમાનભાઇ વસાવા નામનો યુવક ડ્રાઇવિંગનું કામ કરતો હતો. ગતરોજ તા.૩ ના રોજ રાજેશ તેની મોટરસાયકલ લઇને નેત્રંગ તરફથી ઘરે આવી રહ્યો હતો ત્યારે ઉંડી ગામ નજીક રોડ પર એક પિકઅપ ગાડીના ચાલકે આ યુવકની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં રાજેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે નેત્રંગના સરકારી દવાખાને લઇ જવાતો હતો ત્યારે રસ્તામાં જ તેનું કરુણ મોત નીપજ્યુ હતું. આ અકસ્માતમાં મૃતકની મોટરસાયકલનું ટાયર ફાટી ગયું હતું, તેમજ બીજુ પણ નુકશાન થયું હતું. યુવકના મૃતદેહનું નેત્રંગ સરકારી દવાખાના ખાતે પી.એમ. કરવામાં આવ્યું હતું. મૃતક ત્રણ સંતાનોનો પિતા હતો. ઘટના સંદર્ભે મૃતકની માતા મણીબેન અભિમાનભાઇ વસાવા રહે.ગામ જેસપોર તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ અકસ્માત સર્જી વાહન મુકી નાશી જનાર વાહન ચાલક વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો.

ProudOfGujarat

પંજાબ : લુધિયાણા કોર્ટ પરિસરમાં વિસ્ફોટ, 2 ના મોત થતાં ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : મોંધવારીનાં સમયમાં સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ગરીબ પરિવારની દીકરીનાં કર્યા લગ્ન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!